NCT ની પાઈપ લાઈનમાં ભંગાણથી ખેતરો મોટાપાયે પ્રદુષિત

ભંગાણની જાણ હોવા છતાં રાત્રે ડીસ્ચાર્જ ચાલુ રાખતા હોવાની ખેડૂતો ની ફરિયાદ

અંકલેશ્વર : ઝગડિયા જીઆઇડીસી ના ઉદ્યોગો નું પ્રદુષિત પાણી (ટ્રીટમેન્ટ વગર) ઝગડિયા થી પાઈપ લાઈન દ્વારા કન્તીયાજાળના દરિયામાં છોડવામાં આવે છે. આ પાઈપ લાઈન હાંસોટ ખાતે ના ખેતરો માંથી પસાર થાય છે. ખેડૂતો ને તેમના ખેતરો માં કાળા કલર નું પ્રદુષિત પાણી વહી રહ્યા હોવાની જાણ થતા તેમના દ્વારા NCT ના સત્તાધીશો ને આ બાબત ની મોખિક ફરિયાદ કરવામાં આવી હતી. ત્યાર પછી NCT ના સત્તાધીશો દ્વારા ખેડૂતો સાથે મુલાકાત કરવામાં આવી પરંતુ પ્રશ્ન ની કોઈ નિરાકરણ આવ્યું નહિ. તંત્ર દ્વારા અલગ અલગ કારણો આપીને સમારકામ કરવામાં નમા આવ્યું હોવાનું કહેવામાં આવ્યું. ભારે વરસાદ ના કારણે પણ આ પ્રદુષિત પાણી મોટા પ્રમાણ માં અનેક ખેતરો સુધી ફેલાય છે અને આટલા દિવસો થઈ ગયા હોવા છતા રીપેર કામ ના થવાથી અસરગ્રસ્ત વિસ્તારના ખેતરોમાં મોટાપાયે પ્રદુષિત પાણી ફેલાઈ ગયું છે.

હાંસોટ ના ખેડૂત તાજભાઈ અબ્દુલ હક ના જણાવ્યા મુજબ “ ભારે વરસાદ માં તેઓ ખેતરે જતા ન હતા. જેને પરિણામે તેમના ખેતરમાં પ્રદુષિત પાણી આવી ગયું હતું જે આસપાસના અનેક ખેતરો સુધી વહી રહ્યું હતું. તેમને વધુમાં જણાવ્યું કે આ જ જગ્યા પર અગાઉ પણ ભંગાણ સર્જાયું હતું. આમ વારંવાર ખેતરો માં પ્રદુષિત પાણીના લીધે ખેડૂતોને આર્થિક નુકસાન પણ થતું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત આ લાઈન નું કામ યોગ્ય માપદંડો મુજબ ના થયું હોવાનું પણ તેમને જણાવ્યું હતું. આ બાબતે ગામ ના લોકો દ્વારા NCT ને ફરિયાદ પણ કરવામાં આવી છે.

નર્મદા પ્રદુષણ નિવારણના અધિકારી જયેશ પટેલે જણાવ્યું હતું કે “શરૂઆત થી જ અમે વિરોધ અને લડત આપતા હતા જેમાં નખાયેલા પાઈપ લાઈનનો હાઇડ્રો ટેસ્ટ કરવામાં આવે, ટ્રીટમેન્ટ કર્યા પછી જ એફલુઅન્ટ દરિયામાં છોડવામાં આવે અને લાઈનમાં ભંગાણ થાય કે અન્ય ઈમરજન્સી માંટે ૭૨ કલાક સુધી એફલુઅન્ટ સંગ્રહ થાય એવા ગાર્ડ પોંડ નું નિર્માણ કરવું. અમારી વાંરવાર ની માંગણીઓનો યોગ્ય જવાબ મળ્યો નહોતો જેને પરિણામે આ મુદ્દે NGT માં અરજી કરવામાં આવી હતી. ત્યારે હવે આગામી દિવસોમાં ખેડૂતોના મુદ્દા પાર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે છે કે નહિ તે જોવું રહ્યું.

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>