i-ખેડૂત પોર્ટલ એટલે સીમાંત ખેડૂતો-ખેત મજૂરોને સ્માર્ટ સહાય માટેનું સરનામું

રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ સહાયીત દરે મેળવવા i -ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

ગાંધીનગર : રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરો સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ સહાયીત દરે મેળવવા i-ખેડૂત પોર્ટલ પર ખેડૂત ભાઈ બહેનો અરજી કરી શકશે તેમ, ખેતી નિયામકની યાદીમાં જણાવાયુ છે. રાજ્ય સરકાર કૃષિ વિકાસ તેમજ ખેડૂતોના કલ્યાણ માટે સતત કાર્યશીલ છે. ગુજરાતમાં છેલ્લા દશ દાયકામાં ઉત્તરોત્તર કૃષિ વિકાસ વધી રહ્યો છે ત્યારે રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોને ખેતીવાડીને લગતી માહિતી સરળતાથી મળી રહે તે હેતુસર i -ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજના, કૃષિ પેદાશો તેમજ બજારભાવની જાણકારી આંગળીના ટેરવે મેળવી શકે છે. રાજ્યમાં સીમાંત ખેડૂતો કે જેઓ પાસે ખૂબ ઓછી જમીન હોય તેમજ ગ્રામ્યકક્ષાએ ખેતી વ્યવસાયમાં સંકળાયેલ ખેત મજૂરોને ખેતી કામમાં વધુ પરિશ્રમ ન કરવો પડે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તેથી રાજ્યના સીમાંત ખેડૂતો અને ખેત મજૂરોને સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ સહાયીત દરે આપવાની યોજના અમલી બનાવવામાં આવી છે.

આ યોજનામાં સાઇન્થ, સીડ ડીબલર, હીલ હો ( સીંગલ હીલ ), ઓટોમેટીક ઓરણી (એક હાર), વ્હીલ બરો, ફુટ કેચર, સી કટર, વેજીટેબલ પ્લાન્ટર, પેડી વિડર, કોઇતા, સુગરકેન બડ કટર, પુનિગ શો, વ્હીલ હો ( ડબલ વ્હીલ ) અને મેન્યુઅલ પેડી સીડર જેવા સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખેડૂતો આ પૈકીના સાધનોની પસંદગી કરી ઓનલાઇન અરજી કરી શકશે. સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ માટે કુલ ખર્ચના ૯૦% અથવા રૂ. ૧૦ હજાર બે માંથી જે ઓછુ હશે તે સહાય આપવામાં આવશે તેમ, ખેતી નિયામકશ્રીની યાદીમાં વધુમાં જણાવાયુ છે.

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>