GPCBના ડર વગર ખેડા જિલ્લામાં કેમિકલ ઠાલવતા લોકોની અટકાયત

ખેડા : ખેડા જિલ્લાના રઢુમાંથી ઝેરી અને ઘાતક કેમિકલનો જથ્થો ટેન્કર ની મદદથી ખારીકટ કેનાલમાં ઠાલવતા લોકોને ઝડપી લેવામાં પોલીસને સફળતા હાથ લાગી છે. જિલ્લાના રઢુમાંથી કેમિકલનો જથ્થો ખારીકટ કેનાલમાં ઠાલવી માણસો અને પ્રકૃતિને નુકસાન પહોંચાડતા શખ્સોને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે. ખેડા જિલ્લામાં વહેતી નદીઓ તેમજ કેનાલોમાં ઝેરી કેમિકલ ઠાલવીને પ્રદુષણ ફેલાવામાં આવી રહ્યું છે જેની નોંધ અવારનવાર જે તે વિભાગ દ્વારા લેવામાં આવે છે. ખાસ કરીને ખાનગી કંપનીઓ દ્વારા રાત્રિના સમયે મોટા પ્રમાણમાં ખૂબ જ ઝેરી કેમિકલયુક્ત જથ્થો ટેન્કરો મારફતે ઠાલવવામા આવે છે જેની અવારનવાર ફરિયાદ થતી રહે છે.

રઢુથી નાયકા જવાના રસ્તે આવેલી ખારીકટ કેનાલમાં ટેન્કર મારફતે કેમિકલયુક્ત ગંદું પાણી ઠલવાતું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં સ્થાનિક પોલીસે મળેલી બાતમીને આધારે ટ્રેપ ગોઠવીને ત્રણ લોકોને ઝડપી પાડયા હતા. જેમાં કેમિકલ બનાવતી કંપની કેમકોનના ડિરેક્ટર સહીતનાઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કેમકોન સ્પેશિયાલીટી કેમિકલ લીમીટેડ નામની કંપનીના નિવૃત્ત ડીરેક્ટર કમલ રાજેન્દ્રભાઈ અગ્રવાલ (રહે. ખાનપુર, શીવશી રોડ), એજન્ટ કિરણ સૂર્યકાન્ત દવે (રહે. વડોદરા), નરેશ ગોયલ (રહે. વાસણા), અને પર્ચેઝ મેનેજર અજય હરિચંદ્ર મહેતા (રહે. વાસણા)ની અટકાયત કરી લીધી છે. અને ઘટના સંદર્ભે પૂછપરછ કરવા માટે કૉર્ટ સમક્ષ બે દિવસના રિમાન્ડની માંગ પણ કરી હતી. રિમાન્ડની માંગણી કરતા કોર્ટ દ્વારા ચારેય લોકોના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

કેનાલમાં જ્વલનશીલ કેમિકલ ઠાલવતું ટેન્કર

ખારીકટ કેનાલમાં અવારનવાર ઝેરી કેમિકલવાળું પાણી તેમજ કેમિકલનો જથ્થો ઠાલવામાં આવે છે જેને પરિણામે પ્રદુષણમાં વધારો થાય છે. પ્રદુષણ સામે પગલાં લેવામાં સરકારી બોર્ડ જીપીસીબી ધુતરાષ્ટ્ર ની ભૂમિકા માં હોય તેમ લાગી રહ્યું છે. તો બીજી તરફ પ્રદુષણ ફેલાવતી કંપનીઓને જાણે  જીપીસીબીનો ડર રહ્યો જ ના હોય તેમ લાગી રહ્યું છે. આવનારા દિવસોમાં પકડાયેલા લોકો સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>