સફેદ મૂસળી, ખેડૂતો માટે આવકનો નવો સ્ત્રોત

રાજ્ય સરકાર દ્વારા આદિવાસી ખેડૂતોને વિશેષ સહાય

ગાંધીનગર: સફેદ મૂસળી, એક એવી વસ્તુ કે જે આવનારા સમયમાં ખેડૂતો માટે આવકનો મહત્વનો સ્ત્રોત બની શકે છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. ગુજરાત સરકાર દ્વારા સતત સમયાંતરે કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને સારી આવક અપાવવાનો અને ખેડૂતો વિવિધ નવી ટેક્નોલોજીથી વાકેફ થાય અને પોતાની ખેતીમાં નવી રીત અપનાવે જેથી આવનારા સમયમાં ખેડૂત પોતાની આવકમાં વધારો કરી શકે. સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વિવિધ વિસ્તારોમાં ત્યાંની આબોહવા અને જમીન મુજબ ખેતીની વિવિધ પદ્ધતિઓ અપનાવતા રહ્યા છે તેવામાં દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકામાં વસતા ખેડૂતો એક નવા પ્રકારની ખેતી તરફ વળ્યા છે. ખેડૂતોને વિવિધ સ્થળે કૃષિને લગતી માહિતી મળી રહે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. સફેદ મૂસળીમાં વાર્ષિક માગ 300 થી 700 ટનની રહે છે સાથે જ દિન-પ્રતિદિન સફેદ મૂસળીની માગ વધતી જ રહે છે જેને પરિણામે ખેડૂતોમાં પણ જાગૃતિ આવી છે. ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ, ગાંધીનગર દ્વારા સફેદ મૂસળીના સંવર્ધન અને સંરક્ષણ માટે આદિવાસી ખેડૂતોને 30 ટકા સહાય ચૂકવવામાં આવે છે.  દક્ષિણ ગુજરાતના ડાંગ, ધરમપુર, સાકરપાતાળ, પરડી, પીપરી, વઘઈ, વાંસદા, વલસાડ, દેવસર જેવા એકદમ અંતરિયાળ ગામોમાં મુખ્યત્વે સફેદ મૂસળીની ખેતી મોટાપાયે થાય છે. સફેદ મૂસળીને 8 થી 9 મહિનાની જાળવણી કર્યા બાદ ખેડૂતો પોતાના ઘર આંગણે જ મહત્તમ આર્થિક લાભ મેળવી શકે છે. અહીંના વિસ્તારોના 614 જેટલા ખેડૂતોએ 10,298 કિલો સફેદ મૂસળીનું ઉત્પાદન કરી રૂપિયા 1,77,93,200 ની આવક મેળવી છે. માત્ર સફેદ મૂસળી જ નહીં પરંતુ ગુજરાત ઔષધિય વનસ્પતિ બોર્ડ દ્વારા આંબળા, કુંવારપાઠું, ઈસબગોલ, ડોડી, તુલસી, બ્રાહ્મી જેવા વિવિધ પાક પર 30 થી 75 ટકા સુધીની સહાય ચૂકવવામાં આવે છે.

સફેદ મૂસળીની વૈશ્વિક માગ
સફેદ મૂસળીને શક્તિ વર્ધક માનવામાં આવે છે. આયુર્વેદમાં સફેદ મૂસળીને એક દવા તરીકે ગણવામાં આવે છે. સફેદ મૂસળી મુખ્યત્વે ડુંગરાળ વિસ્તારમાં થાય છે અને આવા વિસ્તારોમાં મોટાપાયે માગ રહે છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સફેદ મૂસળી વિશ્વ કક્ષાએ પણ લોકોમાં પ્રચલિત છે. ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશનની યાદીમાં સફેદ મૂસળીને ક્રિટિકલી એન્ડેન્જર્ડ વનસ્પતિની યાદીમાં મૂકવામાં આવી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>