વૃક્ષોનો સુંદર રીતે ઉછેર અને જાળવણી કરનાર ‘વૃક્ષ મિત્રો’નું સન્માન

બનાસકાંઠાના વૃક્ષોમિત્રોને પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ આપી અનુક્રમે 51,000, 21,000 અને 11,000ના રોકડ પુરસ્કાર

પાલનપુર: શહેરનો અને દેશ નો વિકાસ કરવો હોય તો તેની શરૂઆત ગામડાઓથી થવી જોઈએ અને આ જ વાત ને સાર્થક કરી છે  અમદાવાદ ખાતે કાર્યરત સંસ્થા વિચારતા સમુદાય સમર્થન મંચે . સંસ્થા દ્વારા બનાસકાંઠા જેવા રેતાળ પ્રદેશ ને હરિયાળું બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો અને પાલનપુર ની આસપાસ ના ગામડાઓ માં ગત વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.  જેમા ગ્રામજનો દ્વારા આ વૃક્ષો ની પૂરતી જાળવણી કરવામાં આવી હતી અને એવા જ સજાગ ગામના કેટલાક લોકોને સન્માનવાનો એક કાર્યક્રમ પાલનપુર માં યોજાયો હતો. જેમાં વૃક્ષના ઉછેમાં સુંદર કામગીરી કરનાર ગ્રામજનનોને ‘વૃક્ષ મિત્ર ‘ થી નવાજવામા  આવ્યા હતા.

2019-20માં 21 જગ્યા પર વૃક્ષો વાવ્યા હતા અને તેની જાળવણી કરવા માટે વૃક્ષમિત્રો રાખ્યા હતા. આ 21 જગ્યામાંથી જે જગ્યાના વૃક્ષમિત્રોએ ઉત્તમ રીતે વૃક્ષોની માવજત કરી વૃક્ષોનું બરાબર પોષણ કર્યું તેવા વૃક્ષોમિત્રોને પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ આપી અનુક્રમે 51,000, 21,000 અને 11,000ના રોકડ પુરસ્કાર સાથે પ્રશસ્તિપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા. સર્વોત્તમ કાર્ય કરનાર વૃક્ષમિત્રો તેમજ તેમને સહકાર આપનાર વૃક્ષમંડળીઓને સન્માન તેમજ રોકડ પુરસ્કાર બનાસકાંઠાના કલેક્ટર આનંદ પટેલના હસ્તે આપવામાં આવ્યો. પ્રથમ ક્રમે ગેળાગામના વૃક્ષમિત્ર કરશનભાઈ રાજપુત, દ્વિતીય ક્રમે મખાણુના વૃક્ષમિત્ર મોહનભાઈ વજીર, જયારે તૃતિય ક્રમ માટે બે ગામના વૃક્ષમિત્રો, ધર્માભાઈ તરક તેમજ અમરાકાકા પટેલ અને સોનેથગામના અરતજી ઠાકોરનો સમાવેશ થાય. સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી મિત્તલ પટેલના જણાવ્યા અનુસાર, “આ સન્માન પાછળનો આશય લોકો સ્વયં આ બાબતે જાગૃત થાય અને તમામ વૃક્ષો ઉછરે અને  તેની કાળજી કરતા થાય તે છે . અમારો આ આશય બર પણ આવ્યો હોય એવું લાગ્યું.  આ વર્ષે અમે 21 ઉપરાંત નવી 33 જગ્યા પર 1,20,000 વૃક્ષો ઉછેરવાના આશય સાથે વાવ્યા તે તમામ વૃક્ષોમિત્રોએ આવતી વખતે અમે સ્ટેજ પર સન્માન સ્વીકરવાની વાત જણાવી. મુખ્ય અતિથિ રહેલા  કલેક્ટર આનંદભાઈએ પ્રકૃતિના રક્ષક એવા વૃક્ષમિત્રોને શુભેચ્છા પાઠવી તેમજ ચારેય ગામના લોકોને આવા પર્યાવરણ લક્ષી કાર્યો કરવા માટે પોતાની ગ્રાન્ટમાંથી બે બે લાખ એમ કુલ આઠ લાખની ગ્રાન્ટ આપવા કહ્યું. વૃક્ષો પર્યાવરણનું સમતુલન તો કરે પણ સાથે સાથે હજારો જીવોનું એ ઘર છે માટે એના જતનનું કાર્ય બહુ મોટું એવું પણ એમણે ભારપૂર્વક કહ્યું. વૃક્ષ ઉછેર કાર્યમાં સંસ્થાની બનાસકાંઠાની ટીમના કાર્યકરોમાંથી ઉત્તમ સેવા આપનાર નારણભાઈ રાવળ, ઈશ્વરભાઈ રાવળ તેમજ ભગવાન ભાઈ રાવળનું પણ સન્માનપત્રક તેમજ 11,000ના રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>