રોજિંદી જીવનશૈલીમાં નાના પરિવર્તન થકી પર્યાવરણનું સંરક્ષણ : જીપીસીબી

ઔધોગિક વિકાસ સાથે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહિં : ગુજરાત સરકાર

ગાંધીનગર :  પર્યાવરણના પંચતત્વો થકી પૃથ્વીનું સંતુલન ટકી રહ્યું છે અને તેને માટે જ આપણે ખાસ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરીયે છીએ. વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વના ૧૯૩ જેટલા દેશમાં ઉજવાય છે. આ ઉજવણીનો આશય પર્યાવરણના સંરક્ષણ માટે લોકોને જાગૃત અને સંવેદનશીલ કરવાનો છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ૪૭ માં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. બોર્ડની વડીકચેરી ગાંધીનગર ખાતેથી આયોજીત આ વેબિનારમાં મુખ્યમંત્રીએ શુભેચ્છા સંદેશ થકી  હાજરી આપી હતી. રાજય સરકાર પર્યાવરણને બચાવવા પ્રતિબધ્ધ છે તેમજ વધુમાં વધુ લોકો પર્યાવરણની જાળવણી પ્રતિ જાગૃત બને તે આવશ્યક છે તેમ જણાવ્યું. વન અને પર્યાવરણ મંત્રી જયદ્રથસિંહ પરમારે વેબિનારમાં ગુજરાતના દરેક નાગરિકને રોજિંદી જીવનશૈલીમાં નાના પરિવર્તન થકી પર્યાવરણની સુરક્ષા અને સંરક્ષણનો સંદેશ આપ્યો. ગુજરાત ઔધોગિક અને પર્યવરણ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. જીપીસીબીના ચેરમેન સંજીવકુમાર વેબિનારમાં ઉપસ્થિત રહી જીપીસીબીની મહત્વપૂર્ણ કામગીરી વિશે વાત કરી હતી. રાજયમાં આવેલા કારખાનાઓમાંથી ઉત્પન્ન થતાં જોખમી કચરામાંથી કંચન બનાવવાનો અભિગમ અપનાવી અત્યાર સુધીમાં કુલ-૩૦ મિલીયન મેટ્રીક ટન જેટલા જોખમી કચરાને સીમેન્ટ ઉધોગોમાં મોકલી સહ પ્રક્રિયા કરવામાં આવેલી છે. આનાથી કુદરતી સંશાધનો અને બળતણ જેવું કે, કોલસો, પેટ્રોલીયમ, ગેસ વગેરેના ઉપયોગમાં ઘટાડો જોવા મળ્યો છે.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઔધોગિક ક્ષેત્રે વિકાસ માટે વધુ સુગમતા પૂરી પાડે છે. જીપીસીબી જોખમી કચરા, પ્લાસ્ટિક વેસ્ટ, બાયોમેડીકલ વેસ્ટ, એમિશન ટ્રેડિંગ સ્કીમ તેમજ જીપીસીબીની અન્ય સિધ્ધીઓ વિશે માહિતી આપી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજીત વેબિનારમાં વિશ્વ પર્યાવરણ દિવસ – ૨૦૨૧ની થીમને અનુરૂપ ૬ તજજ્ઞો દ્વારા ૬ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વેબિનારમાં રિયુઝ ઓફ ટ્રીટેડ સુએઝ ફોર ઇન્ડસ્ટ્રીઅલ યુઝ અંતર્ગત આશિષ દૂબે, સીટી ઇજનેર, સુરત મ્યુ. કોર્પોરેશન, સુરત ખાતે બાયો ડાયવર્સીટી પાર્ક વિષય પર રાજેશ પંડયા, એડવાઇઝર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, પીરાણા ડમ્પીંગ સાઇટ કેસ સ્ટડી, સી. આર. ખરસાણ, આઇ.એ.એસ., ઓ.એસ.ડી., અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કોવિડ મહામારીની વાયુ તથા પાણીની ઇકો સિસ્ટમ પર અસરો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નાયબ મુખ્ય પર્યાવરણ ઇજનેર એન.એમ.તાભાણી, જળ સંસાધન વિભાગના મુખ્ય ઇજનેર અને નિયામક, ગુજરાત જળ સંસાધન વિકાસ નિગમ, ગાંધીનગર, વી. એસ. પટેલ, તેમજ એમ. આર. પટેલ દ્વારા જળ શ્રોતોના પુન: સ્થાપન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પર્યાવરણ ઇજનેર ડી. એમ. ઠાકર દ્વારા જોખમી કચરાની – પ્રોસેસીંગ વિશે માહિતી આપવામાં આવી. સી. આર. ખરસાણ, ઓ. એસ. ડી. અમદાવાદ મ્યુનિસિપલ કમીશ્નરે અમદાવાદ પીરાણા ડમ્પીંગ સાઇટની વાત કરતા જણાવ્યું કે, એ.એમ.સી. અત્યાર સુધીમાં ૩૩ લાખ ટન કચરો પ્રોસેસ કરી ચુક્યું છે. આવનાર ૩ વર્ષમાં કચરાનો  આ ઢગલો સંપુર્ણ પણે ગાયબ ( remove ) થઇ જાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે. આ માટે ૧૫૦૦૦ મેટ્રીક ટન કચરો રોજ પ્રોસેસ થાય છે, જેના માટે ૫૯ ટ્રોમેલ મશીનો કાર્યરત કરવામાં આવેલ છે. છેલ્લા ૪૦ વર્ષથી જમા થયેલ ૮૦ ટન કચરો ૮૦ એકર જમીનમાં ફેલાયેલો છે, જે ૮૦ એકર જમીનોનું પુન: સ્થાપન થશે. ઇકોસીસ્ટમ રીસ્ટોરેશનની થીમ આધારીત વિશ્વ પર્યાવરણ દિવસ પર તાઉતે વાવાઝોડાના કારણે પડી ગયેલ વૃક્ષોની ભરપાઇ કરવા વધુમાં વધુ વૃક્ષોની રોપણી કરવા પર ભાર મૂકી તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની વડી કચેરી તેમજ તમામ પ્રાદેશિક કચેરીઓ દ્વારા તેઓના વિસ્તારની કચેરીઓમાં આશરે ૩૫૦૦ તુલસીના છોડ  તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ૫-જુન થી ૫-જુલાઇ સુધીમાં ૧૧ લાખ છોડ-વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>