
રાજસમંદ (રાજસ્થાન) : રાજસમંદ રાજસ્થાનમાં એક એવું ગામ છે જ્યાં બાળકીના જન્મને એક અલગ રીતે જ મનાવવામાં આવે છે. આજે જ્યારે દેશનાં વિવિધ ગામોમાં એક તરફ છોકરા – છોકરી વચ્ચે ભેદ કરવામાં આવે છે તો રાજસ્થાનના પીપલાન્તરી ગામમાં બાળકીઓના જન્મ પર ખાસ વૃક્ષ વાવવામાં આવે છે. પીપલાન્તરી એ ભારતના રાજસ્થાન રાજ્યના રાજસમંદ જિલ્લામાં આવેલું ગામ છે. પીપલાન્તરીના ગ્રામજનો દર વખતે જ્યારે બાળકીનો જન્મ થાય છે ત્યારે 111 વૃક્ષો વાવે છે અને ગામના લોકો એવું માને છે કે આ વૃક્ષો જેમ જેમ બાળકીઓ મોટી થાય છે તેમ તેમ વૃક્ષોનો પણ વિકાસ થાય છે. ગામના લોકો માત્ર વૃક્ષો જ નથી વાવતા પણ બાળકીના ભવિષ્યને પણ સુરક્ષિત કરે છે. બાળકીના જન્મ થતાં જ ગ્રામજનો સામૂહિક રીતે રૂ. 21000 નો ફાળો આપે છે જેમાં રૂ. 10000 બાળકીના માતા-પિતા પાસેથી લેવામાં આવે છે અને ત્યારબાદ એક ફિક્સ ડિપોઝીટ મૂકવામાં આવે છે જે તે બાળકી જ્યારે 20 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે તે ફિક્સ ડિપોઝીટ વાપરી શકે છે. બાળકને સારું શિક્ષણ મળી રહે છે અને તેનો ઉછેર સારી રીતે કરવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે ગ્રામજનો દ્વારા બાળકીના માતા-પિતા પાસે એક એફિડેવીટ પર સહી કરવવામાં આવે છે જેમાં બાળકીનું યોગ્ય ભણતર તેમજ બાળકીના લગ્ન કાયદાકીય ઉંમર પ્રમાણે જ કરવામાં આવશે તેવું સુનિશ્ચિત કરવામાં આવે છે.

ગામના પૂર્વ સરપંચ શ્યામસુંદર પાલિવાલની દિકરી, જે થોડા વર્ષો અગાઉ મૃત્યુ પામી હતી, તેમની યાદમાં પૂર્વ સરપંચ દ્વારા આ સુંદર પ્રયાસની શરૂઆત કરવામાં આવી હતી. સાથે જ એવું પણ તેમનું માનવું છે કે બાળકી જેમ જેમ મોટી થાય છે તેમ વૃક્ષોને ફળ પ્રાપ્ત થાય છે અને વૃક્ષો વિકાસ પામે છે.
ગામ લોકોના આ અનોખા પ્રયાસથી ગામની આર્થિક સ્થિતી પણ સુધરી છે. સાથે જ બાળકીના જન્મ પર વાવેલા વૃક્ષને ઉધઈના ત્રાસથી દૂર રાખવા માટે અને વૃક્ષની સુરક્ષા માટે તેની આસપાસ 25 લાખથી પણ વધુ એલોવેરાના છોડ વાવવામાં આવ્યા છે. વખત જતાં ગ્રામજનોને સમજાયું કે એલોવેરાના ઘણા ફાયદા છે તેમજ તેનાથી કમાણી પણ થઈ શકે છે ત્યારે ગ્રામજનોએ હવે એલોવેરાના જ્યૂસ, જેલ, જેવી વસ્તુઓ તૈયાર કરી તેનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું છે.
એક તરફ જ્યારે દેશમાં હજુ આજે પણ બાળકના જન્મ પર ખુશી મનાવે છે ત્યારે રાજસ્થાનનાં પીપલાન્તરી ગામમાં પુત્રીઓને માત્ર સહર્ષ સ્વિકારવામાં જ નથી આવતી પરંતુ તેમણે શરૂ કરેલી પ્રથાના આધારે ગામને તેમજ આખા દેશને અને આખી દુનિયાને ફાયદો થાય છે અને સાથે જ તેઓ એક અનોખું ઉદાહરણ પણ પૂરું પાડે છે. ગ્રામજનો આ પ્રથા થકી બાળકી બચાવોનો સંદેશ તો આપે જ છે પરંતુ સાથે સાથે ગ્રીન અર્થ એટલે કે પૃથ્વીના પર્યાવરણને થતાં નુકસાન સામે પણ જાગૃતિ પૂરી પાડે છે. સાથે જ તેઓ દર વખતે બાળકીના જન્મ સમયે 111 વૃક્ષો વાવે છે જે દેશમાં ઈકો-ફેમિનિઝમના ખ્યાલને પણ બળ પૂરું પાડે છે અને આવનારા સમયમાં તેમનો આ જ ખ્યાલ દેશના વિવિધ ભાગો સુધી પહોંચે તો એક હરિયાળી ક્રાંતિની પણ શરૂઆત થઈ શકે છે.
જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.
આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.
શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.
tweet Follow @@OfficialTEPNews