ફાર્મા કંપની દ્વારા સુરેલી કેનાલમાં ગેરકાયદે ઠલવાતું ઝેરી કેમિકલ ઝડપાયું

આણંદ એલસીબી ની સતર્કતાથી નહેરમાં ઠાલવતા શખ્સોને ઝડપી પાડ્યા

ઉમરેઠ : રાજ્યમાં કેમિકલ વેસ્ટ નદીઓના પાણીમાં ઠાલવવાની માહિતી અવારનવાર સામે આવતી રહે છે. આવા જ એક કિસ્સામાં મહેમદાવાદના વરસોલા સ્થિત દર્શ ફાર્મા નામની કંપનીમાંથી કાઢવામાં આવેલા અને ગેરકાયદે ઉમરેઠ તાલુકાના બાજીપુરા પાસે નહેરમાં ઠાલવવા આવેલા ઝેરી કેમિકલ સંદર્ભે બે શખ્સોને આનંદ એલસીબીએ ઝડપી લીધા છે. પોલીસે દ્વારા આ પકડાયેલા શકશો પાસેથી એસિડ વેસ્ટ ભરેલું ટેન્કર પણ કબ્જે કરવામાં આવ્યું છે.

આણંદ એલસીબીના પીએસઆઇ પી.એ.જાદવને મળેલી બાતમી અનુસાર સુરેલી ગામથી લાલપુર તરફ જવાના રસ્તે મહેમદાવાદના વરસોલા ગામની દર્શ ફાર્મા કંપનીમાંથી ગેરકાયદેસર રીતે એસિડ વેસ્ટ નો નિકાલ કરવામાં આવનાર છે જે સંદર્ભે પોલીસે દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ફાર્મા કંપનીના ટેન્કર ને ઝડપી પડ્યું હતું. પોલીસે સ્થળ પરથી ઝડપેલા 22 હજાર લીટર એસિડ વેસ્ટ સાથેના ટેન્કર સાથે ભાવેશ રમેશભાઈ ગોહેલ રહે. સારસા પાટીયા રોડ તા.જી. ખેડા અને હિંમતભાઈ ઉર્ફે અમતાભાઈ વાલાભાઈ ડામોર રહે. કલીયારી તા. કડાણા જી. મહિસાગરની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા શખ્સોની પૂછપરછમાં તેમણે આ એસીડીક કેમીકલ પાછળ પરબતભાઈ અને દર્શ ફાર્મા કંપનીના લોકો જવાબદાર હોવાનું જણાવ્યું હતું. પોલીસે દ્વારા વધુ પૌછપરછમાં જાણવા મળ્યું હતું કે પકડાયેલા ઈસમો દ્વારા નહેરમાં 1000 લીટર જેટલું કેમિકલ વેસ્ટ પહેલેથી જ ઠાલવી દેવામાં આવ્યું હતું. જેને આધારે જીપીસીબી દ્વારા નહેરના પાણીમાંથી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા તેમજ જમીન પાર ઢોળાયેલા કેમિકલ ના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા. પકડાયેલા શખ્સોની વધુ પૂછપરછ કરવા માટે પોલીસે દ્વારા ટેન્કર કબ્જે લઈ બન્નેની ધરપકડ કરી ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. નહેરમાં ઠાલવવામાં આવનાર પ્રવાહી જલદ હોય છે અને તેનાથી વ્યક્તિની આંખ એન્ડ નાકમાં બળતરા પણ થઇ શકે છે. આ સંદર્ભે સ્થાનિક પોલીસે દ્વારા આઓપીઓને પકડી તેમની પાસેથી ૨૨ હજાર લીટર કેમીકલ, બે મોબાઈલ અને ટેન્કર મળી કુલ રૂા. ૧૦,૧૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો..

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>