
Surat : પ્લાસ્ટિક વેસ્ટ વિશ્વભરની સમસ્યા છે અને તેની સામે સુરતમાં પ્લાસ્ટિક વેસ્ટનો સદુપયોગ કરવાની એક કરવામાં આવી છે. સુરતવાસીઓએ પ્લાસ્ટિક વેસ્ટ નીવારણની કાયમી સમસ્યાનું સમાધાન શોધી કાઢ્યું છે. સુરતમાં વેસ્ટ પ્લાસ્ટિકમાંથી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરતમાં પ્લાસ્ટિક વેસ્ટના રિસાઇક્લિંગથી ડુમસ, ભેસ્તાન-નવસારી અને અલથાણ-સરસાણા રોડ મળી કુલ 21 કિમી લાંબા પ્લાસ્ટિક રોડ બનાવાયા છે. શહેરમાં રોજ 220 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. જેમાંથી 65થી 70 મેટ્રિક ટન કચરાના સંગ્રહને રિસાઇકલ માટે પ્રોસેસ કરાય છે. છેલ્લાં 4 વર્ષમાં 70 હજાર મે.ટન પ્લાસ્ટિક વેસ્ટનું રિસાઇકલ કરાયું છે. આ સિદ્ધિને યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામે વખાણી સુરતને પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટમાં દેશનું રિસાયક્લિંગ મોડલ ગણાવ્યું છે. ત્યારે સુરતે આપદાને અવસરમાં બદલી છે ત્યારે પાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે પ્લાસ્ટિક ના સદુપયોગ મુદ્દે કહ્યું કે, પડકારરૂપ પ્લાસ્ટિક વેસ્ટ પૈકીનો 65થી 70 મેટ્રિક ટન કચરો રિસાઇકલ માટે ભટાર પ્લાન્ટ ઉપર સંગ્રહ કરાય છે.

આ પ્રક્રિયામાં ઇકોવિઝને 400થી વધુ કર્મીઓને આજીવિકા આપી તેમના આરોગ્યની સંભાળ રાખી સામજિક સુરક્ષા પણ કરી રહ્યું છે. સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક વેસ્ટ સૌથી મોટી સમસ્યા ઉભી થઇ રહી છે કારણકે પ્લાસ્ટિકને નષ્ટ કરી શકાતું નથી જેથી તેનું વેસ્ટેજ વધી રહ્યું છે. સુરત શહેર કોર્પોરેશનનાં કમિશ્નર બંછાનિધિ પાનીનું કહેવું છે કે, પ્લાસ્ટિક વેસ્ટ વિશ્વભરની સમસ્યા છે ત્યારે સુરતે આપદાને અવસરમાં બદલી છે. શહેરમાં રોજ 220 મેટ્રિક ટન પ્લાસ્ટિક વેસ્ટ નીકળે છે. જેમાંથી 65થી 70 મેટ્રિક ટન કચરનાં સંગ્રહને રિસાઇકલ માટે પ્રોસેસ કરાય છે. તેમાંથી 8% વેસ્ટ તો પ્લાસ્ટિક રોડ બનાવવાની પ્રક્રિયામાં વપરાય છે. પ્લાસ્ટિક પ્રદુષણ મુદ્દે તંત્રે લોકજાગૃતિ અભિયાન શરૂ કર્યાં છે. પ્લાસ્ટિકના ઉપયોગથી દૂર રહેવા સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 50 માઇક્રોનથી ઊંચી ગુણવત્તા વાળી પોલિથીન બેગના ઉપયોગની જાગૃતિ સફળ થઇ છે. સુરતના ભટાર વિસ્તારમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ પર કચરાવાળું પોસ્ટ કન્ઝ્યુમને ગ્રેન્યુઝ બનાવતી વખતે પોલીથીન બેગ, ડબ્બા, બોટલ એકઠી કરી વોશ કરી, ગ્રેન્યુઅલ કરી પ્લાસ્ટિકના દાણા તરીકે માર્કેટમાં વેચાણ માટે મુકાય છે.
Its really nice information. Portal is doing very well. It is necessary to spread awareness towards Environment and you people are doing wonderful job.
Thank you so much for the comment. Keep exploring with The Environment Post.