નારગોલ ગામે વિશ્વનો સૌથી મોટો મિયાવાકી “FOREST BY THE SEA” પ્રોજેકટ

નારગોલ ગામે દુનિયાનું સૌથી મોટું અને દરિયાકિનારે સર્વપ્રથમ મિયાવાકી પદ્ધતિ ધરાવતા વનનું નિર્માણ કરવામાં આવ્યું

વલસાડ : વલસાડ જિલ્લાના નારગોલ ગામે દુનિયાનું સવથી મોટું અને દરિયા કિનારને અડીને સર્વપ્રથમ મિયાવાકી પદ્ધતિ ધરાવતું વન નિર્માણ પ્રોજેકટ પૂર્ણ થતાની સાથેજ નારગોલના માલવણ બીચની કાયા પલટ થતાં પર્યાવરણ પ્રેમીઓ તેમજ પર્યટકોમાં ભારે આકર્ષણ જોવા મળી રહિયું છે. ઉમરગામ તાલુકાના નારગોલ ગામે નવાતળાવ માલવણ બીચ ખાતે આવેલ સરકારી ખાંજણ વાળી બંજર જમીન ઉપર સામાજીક વનીકરણ વિભાગ વલસાડ રેન્જ ઉમરગામ , એનવાયરો એન્ડ ફોરેસ્ટ ક્રીએટર ફાઉન્ડેશન મુંબઈ અને ગ્રામ પંચાયતના સંયુક્ત ભાગીદારીથી ગોદરેજ પ્રોપર્ટી દ્વારા CSR અંતર્ગત મળેલ ફંડના સહિયોગથી જાપાનની મિયાવાકી પદ્ધતિથી સુંદર વન નિર્માણની કામગીરી પૂર્ણ કરાતા સમગ્ર બીચની રૂપ રેખામાં નવું પિંછું ઉમેરાતા પર્યાવરણ પ્રેમીઓ તેમજ પર્યટકોમાં ભારે આકર્ષણ જોવા મળી રહિયું છે. ગામના ઉત્સાહી સરપંચ કાંતિલાલ કોટવાલ અને પંચાયતની દીર્ઘદ્રષ્ટિના કારણે આ પ્રોજેકટ અંતર્ગત મીઠા પાણીનો સંગ્રહ થાય એવા તળાવો સ્થાપિત કરી નીચાણવાળા ભાગે માટી પુરાણ કરી જમીનને સમતલ કરી ફળદ્રુપ માટીનું પુરાણ કરી સીંચાય માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરી 60 થી વધુ પ્રકારના વૃક્ષોની રોપણી કરી સમાજમાં એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ કાર્યને સફળ બનાવવા માટે એનવાયરો એન્ડ ફોરેસ્ટ ક્રીએટર ફાઉન્ડેશન મુંબઈના ફાઉન્ડર દીપેન જૈન અને કો-ફાઉન્ડર ડૉ. આર.કે. નાયરે ભારે જહેમત ઉપાડી છે. જીવનમાં 58 થી વધુ જંગલો બનાવનાર ડૉ. આર.કે. નાયર “GREEN HERO OF INDIA” તરીકે પ્રચલિત બન્યા છે ત્યારે નારગોલ ગામે તેમના નેતૃત્વમાં નિર્માણ પામેલા આ પ્રોજેકટ દરિયા કિનારાને અડીને બનેલા હોવાથી નારગોલ ગામે આવતા દેશ વિદેશના પર્યટકો માટે એક નવું નજરાણું સાબીત થવાનું છે. નારગોલ ગામે આવેલ આ માલવણ બીચ ખાતે વર્ષમાં અનેક પ્રકારના વિદેશી પક્ષીઓની હાજરી જોવા મળે છે.

નારગોલ ગામના માલવણ બીચને અડીને નિર્માણ પામનારૂ આ વન વિદેશી પક્ષીઓ તેમજ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ સ્થળ પહેલાથી જ વિદેશી પક્ષી ઓ માટે પસંદગીનું સ્થળ સાબિત થતું આવ્યું છે હવે 60 થી વધુ પ્રકારના વૃક્ષોના 1.20 લાખ છોડવાનું વાવેતર થાય બાદ સુંદર વન નિર્માણ પામવાથી આ સ્થળે સ્થળાંતર કરી આવતા વિદેશી પક્ષીઓની સંખ્યા બમણી થઈ જશે.
મિયાવાકી ફોરેસ્ટની સોધ જાપાનના બોટેનિસ્ટ અકીરા મિયાવાકીએ 40 વર્ષ પહેલા કરી હતી. જેથી એનું નામ મિયાવાકી ફોરેસ્ટ નામથી ઓળખવામાં આવે છે. આ પદ્ધતિથી નિર્માણ થતું વનમાં ખુબજ નજીક નજીક છોડો લગાવવામાં આવે છે. આ પદ્ધતિમાં લગાવવામાં આવેલા છોડો ખુબજ તીવ્રતથી વધે છે સામાન્ય વૃક્ષોની વૃદ્ધિ 300 વર્ષ માં થાય છે તે આ પદ્ધતિના કારણે માત્ર 30 થી 35 વર્ષમાં થઈ જતી હોય છે. ઓછી જગ્યામાં વધુ વૃક્ષો અને વધુ ઝડપથી પોતા થતાં હોય છે. આ વનમાં વિવિધ વૃક્ષો સાથે મેડિસિનના વૃક્ષો માળી કુલ 60 પ્રકારના વૃક્ષો લગાવવામાં આવતા હોય છે.

ડૉ. રાધા ક્રુષ્ણ નાયર મૂળ દક્ષિણ ભારતના કેરેલા રાજ્યના છે પરંતુ છેલ્લા 25 વર્ષથી તેઓ એ ગુજરાત રાજ્યના ઉમરગામને કર્મભૂમિ બનાવી છે. મૂળ ખેડૂત પરિવારના ડૉ. આર.કે. નાયરે પોતાની કારકીદી રેડી મેડ ગારમેન્ટ ઉધ્યોગ સાથે શરૂ કરી ઉધ્યોગિક ક્ષેત્રે પણ સારી નામના મેળવી છે. પ્રકૃતિ પ્રેમી એવા ડૉ. આર.કે. નાયરને વૃક્ષો પ્રત્યે ખુબજ લગાવ હોવાથી જીવનમાં વૃક્ષો વાવવા માટે ખુબજ રસ ધરાવતા આવ્યા છે જેઓ 12 વર્ષ પહેલા એનવાયરો ક્રિએટર્સ ફાઉંડેશન સાથે જોડ્યા હતા ત્યાર બાદ તેમણે આજદિન સુધી 12.5 લાખ વૃક્ષોનું રોપણ કરાવી હરિયાળી ક્રાંતિ કરી છે. વિવિધ સંસ્થા તેમજ ભારત સરકારે અનેક મંચ ઉપર તેમને પુરુસ્કૃત કરી સન્માનીત કર્યા છે. તેમના દ્વારા સમગ્ર દેશમાં પુલવામાં સહીદોને ખરી શ્રદ્ધાંજલી આપવા માટે 40 સહિદ વન સહીદોના નામે કરવાનો સંકલ્પ કરી વનો નિર્માણ કરવામાં આવી રહિયા છે. ઝારખંડ, મુંબઈ, ગુજરાતના કચ્છ તેમજ ઉમરગામ તાલુકાનાં કાલય ખાતે માળી અત્યાર સુધી તેમને 58 વન નિર્માણ કર્યા છે. ડૉ. રાધાક્રુષ્ણ નાયર

“ નારગોલ ગામે પંચાયતની જમીન ખાતે આ પ્રકારનો પ્રોજેકટ નિર્માણ થયાનો અમોને ગર્વ છે. આ પ્રોજેકટ નિહાળવા અનેક લોકો આવી રહિયા છે આ પ્રોજેકટના કારણે નારગોલ માલવણ બીચ તરીકે ઊભરી આવતા કોવિડ કાળમાં પણ પર્યટકો આ બીચ ખાતે સતત આવી રહિયા છે આવનારા દિવસોમાં આ સ્થળ પ્રવશન સ્થળ તરીકેનું ઉત્તમ સ્થળ સાબિત થશે. અમો ખાસ કરીને નાયરજી ના આભારી છીએ. કાંતિભાઈ કોટવાલ, સરપંચ, નારગોલ

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

5 Comments

Leave a Reply to Environment Post Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>