તમે પ્રદૂષિત પાણીને ખેંચો છો અને એનાથી ખેતી કરો છો! : હાઇકોર્ટ

અમદાવાદ: અમદાવાદ ની મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીમાં છેલ્લા કેટલાય સમય થી પ્રદુષણ ને કારણે આસપાસ ના કાંઠે વસતા લોકો દ્વાર્તા દ્વારા તંત્ર ને અનેકવાર રજૂઆત કરાઈ હતી. આ વાત ને હાથ પાર લઇ ને ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂઓ-મોટો પિટિશન ફાઈલ કરવામાં આવી હતી જેમાં ન્યાયમૂર્તિ જે.બી.પારડીવાલા અને વૈભવી નાણાવટીની બેન્ચ દ્વારા તંત્ર ને આડે હાથે લીધા હતા. સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે એવી વેધક અને માર્મિક ટકોર કરી હતી કે,‘જો સાબરમતી નદીનું પાણી શુદ્ધ હોય તો ચાલો, આપણે સૌ નદીમાંથી સીધા એક-એક ગ્લાસ પાણી ભરીને પી જોઇએ.’ નદીના પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટમાં ચાલી રહેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં મંડળી દ્વારા ત્રણ ગામને સાબરમતીનું પ્રદૂષિત પાણી ખેતી માટે પૂરું પાડવાની હકીકત સામે આવતાં જસ્ટિસની ખંડપીઠ દ્વારા સખત નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને એવી ટકોર કરી હતી કે,‘તમારી મંડળીની સ્થાપના ૧૯૪૮માં થઇ હશે ત્યારે સાબરમતી નદીનું પાણી સીધું પીવા યોગ્ય હશે, પરંતુ શું ૨૦૨૧માં સાબરમતીનું પાણી સીધું પી શકાય એટલું શુદ્ધ છે?’ બીજી તરફ હાઇકોર્ટે કોઇ પણ ઔદ્યોગિક એકમો એમના ઝેરી કેમિકલ કે ગંદકી નદીમાં કોઇ પણ રીતે ઠાલવતા હોય તો તેમને તાકીદે બંધ કરવાની ટકોર પણ કરી છે. હાઇકોર્ટ સમક્ષ મંડળીએ એવી રજૂઆત કરી હતી કે,‘તેમને ઓથોરિટી દ્વારા મંજૂરી મળી છે અને તેથી તેઓ પમ્પથી નદીનું પાણી ખેંચીને ત્રણ ગામને ખેતી માટે એ પાણી કેનાલ મારફતે પૂરું પાડે છે.’ આ રજૂઆત સાંભળતા જ જસ્ટિસ પારડીવાલાએ સીધો સવાલ કર્યો હતો કે,‘તમે પ્રદૂષિત પાણીને ખેંચો છો અને એનાથી ખેતી કરો છો! કયા મહાનુભાવે તમને ખેતી કરવાની મંજૂરી આપી? ૧૯૪૮થી કરો છો કે પછી ૧૮૪૮થી એનો કોઇ સવાલ જ નથી. તમારે આ પ્રવૃત્તિ તાકીદે બંધ કરવી જ પડે. તમે બોરવેલથી પાણી ખેંચતા હોવ અને પાણી સારું હોય તો એને ખેંચીને તમે બીજાને આપી શકો. તમે પાણીને કઇ રીતે ટ્રીટ કરો છો? નદીથી ખેંચીને સીધું પાણી આપો છો. આટલા સમયથી પ્રદૂષિત પાણી ખેતી માટે ત્રણ ગામને આપો છો ? તમને આઇડિયા જ નથી કે પ્રદૂષિત કેટલું છે. અમે આ મંડળીને આવી રીતે આજીવિકા માટેની પ્રવૃત્તિ કરવાની મંજૂરી આપી શકીએ જ નહીં.’

મંડળી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે,‘અમે કેનાલ મારફતે ત્રણ ગામને ખેતી માટે પાણી આપીએ છીએ. આ પાણી પ્રદૂષિત છે એવું ક્યાંય રેકર્ડ પર નથી. ગામના લોકોની પણ આ જીવાદોરી છે અને પાણી માટેનો આ એકમાત્ર સ્ત્રોત છે.’ હાઇકોર્ટે કહ્યું હતું કે,‘તો અમને બતાવો કે સાબરમતીથી કેટલા ગામોને પાણી ખેંચીને આપવામાં આવે છે? ૧૯૪૮માં મંડળીની સ્થાપના થઇ. ત્યારની સાબરમતી અને ૨૦૨૧ની સાબરમતીમાં ફેર હશે. ૧૯૪૮માં તો સાબરમતીનું પાણી એટલું શુદ્ધ હશે કે ગ્લાસ લઇને એ પાણી સીધું પી શકાતું હશે. પરંતુ શું આજે આપણે સાબરમતીનું પાણી સીધું પી શકીએ છીએ? ચાલો આપણે બધા એક-એક ગ્લાસ સાબરમતીનું પાણી સીધું લઇને પીએ!’ કોર્ટે ટકોર કરી હતી કે,‘જીપીસીબી એમના બોરવેલના પાણીનું ટેસ્ટિંગ કરે અને મંજૂરી આપે તો તેઓ જેમને પાણી આપવું હોય આપે, પરંતુ સીધું સાબરમતીથી લઇને કોઇને આપતા હોય તો તાકીદે બંધ કરવું પડે.

File Photo

કોર્ટે વધુમાં કહ્યું કે પાંચ ઉદ્યોગો નદીના પ્રદુષણમાં વધારો કરે છે અને આવા ઉદ્યોગો ના નામ અને તેમને પરિવાર ના નામ અને ફોટા અખબાર માં પ્રકાશિત કરીનેલોકોને જાણ કરો કે આ લોકો નદીને પ્રદુષિત કરે છે. અગાઉ વર્ષ 2012માં એક કમિટી પણ બની હતી જેનું હાલ કોઈ અસ્તિત્વ ના હોય તેવું લાગી રહ્યું છે.

સુનાવણી દરમિયાન ટાસ્ક ફોર્સના સભ્ય અને પર્યાવરણ સમિતિના રોહિત પ્રજાપતિએ પણ કોર્ટને કેટલીક જરૂરી માહિતી પૂરી પાડી હતી અને કહ્યું હતું કે,‘અમારા ધ્યાનમાં આવ્યું છે કે ત્રણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઔદ્યોગિક એકમોનો પ્રદૂષિત કચરો ઠલવાય છે, પરંતુ તેમને કોર્પોરેશન અને જીપીસીબીથી મંજૂરી મળી હોઇ તેમની વિગતો માગવામાં આવી છે.’

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>