ડાંગ જિલ્લાને ‘સંપૂર્ણ ઓર્ગનિક’ જિલ્લો જાહેર કરતી ગુજરાત સરકાર

વઘઈ: ડાંગ જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા સંપૂર્ણ ઓર્ગનિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર ના આ પગલાં થી પ્રાકૃતિક ખેતીને વધારે પ્રોત્સાહન મળશે. રાજ્ય સરકાર દ્વારા તમામ ખેડૂત ભાઈ – બહેનોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના કારણે ડાંગ જિલ્લાના ખેડૂતો માટે આ પ્રાકૃતિક ખેતીમાં જોડાવવા માટેની ઉત્તમ તક ઊભી થઇ છે. ચાલુ વર્ષની ખરીફ પાકની સિઝન દરમ્યાન ડાંગ જિલ્લામાં અંદાજીત 7031 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે આત્મા ડાંગ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ તથા કે.વી.કે વઘઇ દ્વારા ખેડૂતોને તાલિમ પણ આપવામાં આવે છે. જેમાં ખેડૂતોને પ્રત્યક્ષ નિદર્શનથી બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અજ્ઞાસ્ત્ર, દશપર્ણ અર્ક વગેરે બનાવવાનું ખેડૂતોને શીખવવામાં આવે છે. આ પદ્ધતિથી ખેડૂતોને ખેતીના ખર્ચમાં અંદાજીત 35 થી 50 % ટકા જેટલો ઘટાડો થશે અને ખેતપેદાશોના ઉત્પાદનથી ખેડૂતોની તંદુરસ્તી જાળવી રાખવા પણ મદદરૂપ થશે. સાથે સાથે ઝેરી જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરનો વપરાશ ઓછો થવાથી પર્યાવરણની જાળવણી થશે. પ્રાકૃત્તિક ખેતીને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દેશી ગાય ઉછેર તથા કિટ વસાવવા સહાય યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે. ડાંગ જિલ્લાને રાજ્ય સરકારે ઓર્ગેનિક જિલ્લો જાહેર કર્યો છે. જેમાં અહીની શુદ્ધતા અને પૌષ્ટિકતા ધરાવતા ઔષધિ ઉત્પાદનોમાં સફેદ મુસળી, અને ધાન્ય એવા નાગલી અને ડાંગરનું પણ ખાસ મહત્વ છે. ખાસ કરીને ડાંગની ઉપજ એવી નાગલીમાંથી બનતા બેકરી પ્રોડક્ટ અને નાહરી કેન્દ્રો ઉપર મળતા સ્વાદિષ્ટ ભોજન ડાંગની વિશેષ ઓળખ છે, ત્યારે અહીં પ્રવાસે આવતા સહેલાણીઓ ડાંગની નાહરીનો આસ્વાદ માણવાનું ચુકતા નથી. સરકારની વિવિધ યોજના હેઠળ આદિવાસી ખેડૂતો નાગલીનો પાક મેળવી પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. રાજ્ય સરકાર નાગલીના પાક માટે તાલીમ આપે છે અને ખેતી માટે અન્ય રીતે મદદ પણ કરે છે. ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જિલ્લાના લોકોના રોજિંદા ખોરાકમાં વપરાતી નાગલી હવે ધીમેધીમે શહેરોમાં રહેતા લોકો પણ અપનાવતા થયા છે. ડાંગમાં સ્થાનિક લોકો નાગલીની પ્રાકૃતિક ખેતી કરી આવક મેળવતા થયા છે ત્યારે, બીજી તરફ બેકરી ઉદ્યોગ અને નાહરી કેન્દ્રોમાં કામ મળતા સ્થાનિક મહિલાઓને કાયમી ધોરણે રોજગારી પણ ઉભી થઇ ગઇ છે. જેનાથી મહિલાઓને અન્ય સ્થળે મજૂરી કરવા જવું પડતું નથી. એ માટે મહિલાઓ રાજ્ય સરકારનો આભાર માને છે.

 

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>