ગુજરાતમાં મિયાવાંકી પદ્ધતિથી વાવેતર કરી હરિયાળું જંગલ ઉભું કરાશે

ઓક્સીજનની જરૂરિયાત પૂરી પાડતા વૃક્ષોનુ મોટાપાયે વાવેતર કરાશે

વલસાડ : મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ આઝાદીના અમૃત મહોત્‍સવના પૂર્વદિને મારુતિનંદન શ્રી હનુમાનજીને સમર્પિત ગુજરાતના ૨૧મા સાંસ્‍કૃતિક વનની ભૂમિકા સ્‍પષ્‍ટ કરી  ગુજરાતની સાંસ્‍કૃતિક ધરોહરને મજબૂત બનાવવાના પ્રયાસોનો ખ્‍યાલ આપ્‍યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે ‘મારુતિનંદન’ વન પ્રજાર્પણ કરી, પવિત્ર શ્રાવણ માસમા શિવપ્રિય ‘રુદ્રાક્ષ’ના બાળ છોડનુ વાવેતર કરતા મુખ્‍યમંત્રીએ રામાયણ કાળને ઉજાગર કરતા આકર્ષણો સાથે બાળ હનુમાનજીના પ્રસંગોને અહી ભાવી પેઢી માટે ઉજાગર કરવાની અભિલાષા વ્‍યક્‍ત કરી હતી. જીવમા શિવ, કણ કણમા શંકરની ભાવના સાથે વૃક્ષ અને જળસંચય એ માનવજીવન માટે ખુબ જ આવશ્‍યક છે, તેમ જણાવતા મુખ્‍યમંત્રીશ્રીએ ‘ક્‍લાઈમેટ ચેન્‍જ’ જયારે દુનિયા માટે ચિંતાનો વિષય છે ત્‍યારે વિકાસને વરેલી રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારે આ માટે પણ અલાયદો વિભાગ ઉભો કરીને, સસ્‍ટેનેબલ ડેવલોપમેન્‍ટ ની દિશામા કાર્ય કર્યું છે તેમ જણાવ્‍યુ હતુ. ‘ગ્રીન ગુજરાત, ક્‍લીન ગુજરાત’નો ખ્‍યાલ આપીને ગુજરાતના વન વિસ્‍તારના ૧૫ ટકા ગ્રોથને મીયાવાંકી પદ્ધતિથી વધુ આગળ લઈ જવાનો આયાત આદર્યો છે તેમ ઉમેર્યું હતુ.  આઝાદી ના અમૃત મહોત્‍સવ’ની આપણે જયારે ઉજવણી કરી રહયા છે ત્‍યારે, આઝાદી માટે સર્વસ્‍વ ન્‍યોછાવર કરનારા આઝાદીના લડવૈયાઓના સ્‍વપ્ન મુજબના ભારત નિર્માણમા અનેક સંકલ્‍પો સાથે તેની સિદ્ધિઓ તરફ આગળ વધવાના સહિયારા પ્રયાસોની હિમાયત કરી, આપણી સાંસ્‍કૃતિક ધરોહરને વધુ મજબુત બનાવવાની અપીલ કરી હતી.  દેશનુ રોલ મોડેલ જયારે ગુજરાત હોય ત્‍યારે દરેક ક્ષેત્રે અગ્રેસર રહીને ગુજરાત તેની કર્તવ્‍યભાવના નિભાવી રહયું છે તેમ જણાવતા મુખ્‍યમંત્રીશ્રીએ પર્યાવરણ જાળવણી અર્થે તાજેતરમા જ જાહેર કરાયેલી ઈ વ્‍હીકલ પોલીસી, સ્‍ક્રેપ પોલીસી, ઉજ્‍જ્‍વાલા યોજના, સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ, જળસંચય યોજના સહીત અનેકવિધ યોજનાઓ સાથે સરકાર સતત ચિંતિત અને કાર્યશીલ છે તેમ જણાવ્‍યુ હતુ.

સ્‍થાનિક રોજગારીના સર્જન સાથે આઝાદીના આ અમૃત મહોત્‍સવમા સૌને પર્યાવરણ જાળવણીનો સંકલ્‍પ કરવાનુ પણ આહ્‍વાન કર્યું હતુ. સુશાસન ના પાંચ વર્ષ’ના જનસેવાના સેવાયજ્ઞનો ખ્‍યાલ આપતા વન અને આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાએ રાજ્‍યભરમા આયોજીત વન મહોત્‍સવના કાર્યક્રમની વિગતો આપી, વડાપ્રધાન  નરેન્‍દ્ર મોદીની દીર્ઘદ્રષ્‍ટીને કારણેઆજે આપણે આ ૨૧મુ સાંસ્‍કૃતિક વન પ્રજાર્પણ કરાયુ છે, તેમ તેમણે ઉમેર્યુ હતુ. માનવ જીવનમા વૃક્ષોની ઉપયોગીતા વર્ણવતા વન મંત્રીએ ‘ઓક્‍સીજન’ની જરૂરિયાત પૂરી પાડતા વૃક્ષોનુ ઠેક ઠેકાણે મોટે પાયે વાવેતર કરવાની અપીલ કરી હતી. રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરે, ઔદ્યોગિક વિસ્‍તાર ધરાવતા વલસાડ જિલ્લામા પર્યાવરણની સુરક્ષા માટે ખુબ જ અગત્‍યતા ધરાવતા વન વિસ્‍તારને કારણે ખુબ જ લાભ થવા જઈ રહયો છે, ત્‍યારે સ્‍થાનિક આસ્‍થા કેન્‍દ્ર એવા કલગામના મારુતિ મંદિરને કારણે પણ આ વિસ્‍તાર પ્રજ્‍જાનો બેવડો લાભ મળી રહેશે તેમ જણાવ્‍યું હતુ. રાજ્‍યકક્ષાના વન મહોત્‍સવ દરમ્‍યાન મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્‍તે વનીકરણ થકી લોક જાગૃતિ માટે અમૂલ્‍ય ફાળો આપનાર રાજ્‍યની ૩૮ બિન સરકારી સંસ્‍થાઓને પ્રશસ્‍તિ પત્રો એનાયત કરવામા આવ્‍યા છે. સ્‍વપ્રયત્‍નો થકી વનીકરણ દ્વારા લોક જાગૃતિ લાવનાર એવા ૩ વ્‍યક્‍તિઓને આ અવસરે ‘વન પંડિત’ પુરસ્‍કારથી સત્‍કાર કરાયો છે.  મુખ્‍યમંત્રીના ‘કલીન ગુજરાત, ગ્રીન ગુજરાત’ના અભિગમને સાકાર કરવા માટે વધારેમા વધારે વૃક્ષો લગાવી, રાજ્‍યને લીલુંછમ બનાવવા, વન વિભાગ દ્વારા ૭૨મા વન મહોત્‍સવ થકી તમામ જિલ્લા તથા મહાનગરપાલિકાઓમા રોપા વિતરણ કરવામા આવી રહયા છે, તેની પણ મહાનુભાવોએ જાણકારી પૂરી પડી હતી.

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>