ખોરાકનો બગાડ આપણી પૃથ્વીને જ કચરા પેટી બનાવી રહ્યો છે?

માનવ વપરાશ માટે ઉપલબ્ધ ખોરાકનો 17 ટકા ભાગ બરબાદ થાય છે - UNEP

નૈરોબી (કેન્યા) : 18 જૂન એ સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે તરીકે ઉજવવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક વાનગીઓની આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી કરવામાં આવે છે. જે પર્યાવરણને અનુકૂળ અને બગાડ ઘટાડે તે રીતે કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (યુએનઇપી) ના તાજેતરના અહેવાલમાં જાણવા મળ્યું છે કે દુનિયા હાલ ખોરાકના વધુ પડતો બગાડ સામે ની મહામારી સામે ઝઝૂમી રહી છે. 2019 માં, આખી દુનિયાના લોકો એ લગભગ એક અબજ ટન ખોરાક, અથવા તેઓએ ખરીદેલા કુલ ખર્ચ ના 17 ટકા ભાગ નો બગાડ કર્યો હતો. આ એક એવી ગંભીર સમસ્યા છે કે જ્યાં 2019 માં 690 મિલિયન લોકો કુપોષિત હતા, કોરોના મહામારી ને પગલે જેની સંખ્યા ઝડપથી વધવાની શક્યતા જોવાઈ રહી છે. જે આપણી પૃથ્વી ને પણ ઘણું જ નુકસાનકર્તા છે. કેટલાક ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 10 ટકા એવા ખોરાકનું ઉત્પાદન થાય છે જે આખરે ફેંકી જ દેવામાં આવતો હોય છે. યુએનઈપી દ્વારા તાજેતરમાં જ 2021 ફૂડ વેસ્ટ ઇન્ડેક્સ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો. જેમાં એવું જાણવા મળ્યું કે માનવ વપરાશ માટે ઉપલબ્ધ બધાં ખોરાકનો આશ્ચર્યજનક 17 ટકા ભાગ બરબાદ થાય છે. જો તમે 23 મિલિયન પૂર્ણપણે ભરેલા 40-ટન ટ્રક પૃથ્વીને સાત વાર ચક્કર મારે એટલો ખોરાક નો બગાડ થાય છે. સાથે જ અહેવાલમાં એવો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે કે, 2019 માં, 611 ટકા ખાદ્ય ચીજવસ્તુઓનો બગાડ ઘરમાંથી, 26 ટકા ખાદ્ય સેવામાંથી અને છૂટક વેચાણમાંથી 1 ટકા જેટલો બગાડ થવાનું દર્શાવામાં આવ્યું છે. વધુમાં આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોવિડ -19 પહેલા પણ, વિશ્વના690 મિલિયન જેટલા લોકો કુપોષિત હતા. ત્રણ અબજ જેટલા લોકો તંદુરસ્ત આહાર લેવા અસમર્થ છે. વપરાયેલો ખોરાક એ ઉર્જા અને સંસાધનોનું મોટું નુકસાન છે જે વધુ સારા ઉપયોગ માં લઇ શકાય છે. જો રિટેલ, ફૂડ સર્વિસ અને ઘરેલુ સ્તરે ખાદ્ય ચીજવસ્તુઓનો બગાડ જો ઘટાડવામાં આવે તો તે લોકો માટે તેમજ આપણી આસપાસ ના પર્યાવરણ માટે પણ અતિ લાભદાયી છે. આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે ખોરાકનો બગાડ કરવો એ માત્ર નાના દેશોની જ સમસ્યા નથી પરંતુ મોટા અને ધનાઢ્ય દેશો માં પણ આ સમસ્યા મોટા પાયે ઘર કરી ગયી છે. તેમ છતાં ખાસ કરીને આફ્રિકા ના દેશો માં જ્યાં લોકો પાસે પૂરતું ખાવાનું નથી તેવામાં શહેરી વિસ્તારમાં ખોરાકનો બગાડ કેટલો યોગ્ય છે તે એક સવાલ છે.

 

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>