કૃષિ – કૃષિકારોના ઉત્થાન માટેનું ડિજીટલ પ્લેટફોર્મ એટલે એગ્રીમીડિયા એપ

ડિજિટલ એગ્રીમીડિયાને ૧૬મો એફ. જી.આઈ. એવોર્ડ એનાયત

અમદાવાદ: કૃષિ અને કૃષિકારોના ઉત્થાન માટે સતત કાર્યશીલ એવી ગુજરાતની નામાંકિત સંસ્થા ડિજીટલ એગ્રીમિડીયા, ગાંધીનગરના મેનેજીંગ ડિરેકટર જગદીશ ધાનાણીને 16th FGI Awards for Excellence “બેસ્ટ ઈનોવેશન વર્ક ઇન ધ ફીલ્ડ ઓફ એગ્રિકલ્ચર એન્ડ ફૂડ પ્રોસેસિંગ” કેટેગરીમાં એફ. જી. આઈ. (FEDARATION OF GUJARAT INDUSTRIES) વડોદરા દ્વારા તા.૧૯ /૦૧ /૨૦૨૧ ના રોજ FGI Award  એનાયત થયો. એગ્રીમીડિયા ટીવી એપ રાજ્યના તમામ ખેડૂતો, બાગાયતકારો, પશુપાલકો, ગ્રામજનો સાથે  કૃષિ વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ, સ્ટાફને ઉપયોગી છે. તેમજ ખેતીવાડી ખાતા, બાગાયત ખાતા, કૃષિ યુનિવર્સિટીઓ, આત્મા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ખેડૂત તાલિમ કેન્દ્રો, બોર્ડ, કોર્પોરેશન વગેરે સંસ્થાઓ માટે આધુનિક ડીજીટલ પ્લેટફોર્મ પુરૂ પાડે છે.

એગ્રીમીડિયા ટીવી મોબાઈલ એપ

બદલાતા સમય અને વિશ્વ સાથે ડગ ભરવા માટે ગુજરાતનાં ખેડૂત જાગૃત બની અને સક્ષમ બને તે માટે ડિજીટલ એગ્રીમિડીયા, ગાંધીનગર દ્વારા ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોના વિકાસ માટે સેવાકીય ઉમદા હેતુથી એન્ડ્રોઈડ ફોન માટે “એગ્રીમિડીયા ટીવી” મોબાઈલ એપ તૈયાર કરવામાં આવેલ છે. જે ખેડૂતોમાં ખુબજ લોકપ્રિય બનેલ છે. જેમાં ટુંકા ગાળામાં ૧.૩૫ લાખથી વધુ ખેડૂતો અને ૧.૮ મિલિયન વિડીયો વ્યુ થયેલ છે જે અનેરી સિદ્ધિ છે. ડીજીટલ એગ્રીમિડીયા ગાંધીનગર દ્વારા ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે ડીજીટલ પ્લેટફોર્મ તરીકે એગ્રીમિડીયા ટીવી મોબાઈલ એપ તૈયાર કરવામાં આવેલ છે. જેમા કૃષિ અને કૃષિકારોને મુશ્કેલી ઉભી કરતા ૧૧ પ્રશ્નોનું સમાધાન આપવામાં આવેલ છે. જે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં વિના મૂલ્યે ઉપલબ્ધ છે. આ તમામ કૃષિલક્ષી કામગીરી કરતી દેશની એક્માત્ર મિડીયા કંપની ડિજીટલ એગ્રીમિડીયા, ગાંધીનગરને 16th FGI Awards for Excellence માટે ફેડરેશન ઓફ ગુજરાત ઇંડસ્ટ્રીઝ દ્વારા પસંદ કરવામાં આવેલ છે.  ડિજીટલ એગ્રીમીડિયા દ્વારા કૃષિ ક્ષેત્રે અનેકવિધ કામગીરીઓ કરવામાં આવી રહેલ છે જેમાં સૌથી મહત્વની કામગીરીઓમાં કૃષિ ક્ષેત્રે પ્રચાર અને પ્રસાર દ્વારા કૃષિ વિસ્તરણ પ્રવૃતિઓને વેગવાન કરી ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી ઝડપી કરવા માટે ૧૨૫ એગ્રીમીડિયા ફિલ્મ ગુજરાતી ભાષામાં અને ૬૦ એગ્રીમીડિયા ફિલ્મ હિન્દી ભાષામાં નિર્માણ કરવામાં આવેલ છે. ભારત દેશ અને ગુજરાતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ પ્રિન્ટ મિડીયા, ઈલેકટ્રોનિક મીડિયા અને સોશીયલ મીડિયામાં વધે અને તેનો ફાયદો ડીજીટલ ટેકનોલોજીથી ખેડૂતોને રિયલ ટાઈમ મળે તે માટે ડિજીટલ એગ્રીમીડિયા સતત કાર્યરત છે.

કૃષિને લગતી સમસ્યાઓનું સમાધાન: 

 • વિડીયો વિભાગ : ખેડૂતો, વિદ્યાર્થીઓ અને કૃષિકારોના અભ્યાસ માટે કૃષિ, બાગાયત, પશુપાલન, પ્રાકૃતિક ખેતી, ટેક્નોલોજી, ગ્રામવિકાસ, સરકારી યોજનાઓ, સફળ ગાથા વગેરે.
 • ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન : ખેતર બેઠા, ઘર બેઠા, અને ગામ બેઠા.
 • ઓનલાઈન ખરીદ વેચાણ પ્લેટફોર્મ : વિના મુલ્યે મોબાઈલ પર વેચાણ કરી વધારે આવક મેળવો.
 • બજારભાવ : માર્કેટ યાર્ડના ભાવ ઘર બેઠા ગ્રાફીક્સથી ઓનલાઈન જુવો.
 • કૃષિ સમાચાર : કૃષિ ક્ષેત્રે રોજ બરોજની જાણકારી માટે અવશ્ય જુવો.
 • ડીજીટલ લાઈબ્રેરી : ઈ-પ્લેટફોર્મ તરીકે ડીજીટલ લાઈબ્રેરીમાં વિના મુલ્યે કૃષિ મેગેઝીનો અને ઈ-બુક વાંચો.
 • ફોનબુક : ખેડૂતોની સરળતા માટે જીલ્લાની મહત્વની કચેરીઓનાં નામ, સરનામાં, મોબાઈલ નંબરની માહિતી.
 • એગ્રી કેલ્ક્યુલેટર : ડબલ ઈનકમ કરવા માટે ખર્ચ ઘટાડો અને તે માટે એગ્રી કેલ્ક્યુલેટર વાપરો.
 • હવામાન : રોજ બરોજના હવામાનની જાણકારી મેળવ્યા બાદ જ કૃષિ કર્યો કરવાનું આયોજન કરો.
 • કિસાન મોલ : બિયારણ, ખાતર અને દવા ખરીદવા માટે ઓનલાઈન કિસાન મોલનો ઉપયોગ કરો.
 • એગ્રીમીડિયા ફિલ્મ : ટેકનીકલ વિડીયો જોઈ અને ઘર બેઠા માહિતી મેળવવા માટે એગ્રીમીડિયા ફિલ્મ ખરીદો.

 

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>