એક એકરની ખેતીમાં લાખોની કમાણી, જાણો સૌથી કિંમતી છોડની ખેતી વિશે

લાલ ચંદનનું ઉત્પાદન થતા 18 થી 22 વર્ષ જેટલો સમય થાય છે. સરકાર તરફથી સબસીડી આપવામાં આવે છે.

અમદાવાદ : ખેડુતો આજે ખેતીમાં પણ વિવિધતા લાવતા જાય છે. એવી કેટલાય પ્રકાર ની ખેતી છે જેમાં ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી શકે છે. આવી જ એક ખેતી એટલે ચંદનની ખેતી. ચંદન ને એક બહુ જ મોંઘી વસ્તુ માનવામાં આવે છે અને તેની ખેતી કરવી એ પણ એક ગૌરવની વાત છે. ચંદનની ખેતી માટે કોઈ પણ પ્રકારની જમીન માફક આવે છે. ગુજરાત રાજ્યની વાત કરીયે તો અહીં પણ ચંદન ની ખેતી શક્ય છે. ચંદનની ખેતી માટેની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2003માં જ આપી દેવામાં આવી હતી. ચંદનનો પાક ઉત્પાદન આવતા 12 થી 15 વર્ષ જેટલો સમય લાગે છે. ચંદનની ખેતી માટે 1 વીઘા જમીનમાં 8 X 8 ના અંતરે 300 રોપા સમાય છે. ચંદનના અલગ અલગ પ્રકાર હોય છે જેમાં સફેદ ચંદન અને લાલ ચંદન જેને રક્ત ચંદન તરીકે પણ ઓળખાય છે અને તેની માં પણ વધુ હોય છે. લાલ ચંદનનું ઉત્પાદન થતા 18 થી 22 વર્ષ જેટલો સમય થાય છે. સરકાર તરફથી પણ ચંદનની ખેતી માટે સબસીડી આપવામાં આવે છે. જે અંતર્ગત 1 રોપા દીઠ 20 રૂપિયા ની સબસીડી આપવામાં આવે છે. ચંદનનું વાવેતર કોઈ પણ ઋતુમાં કરવામાં આવે છે પરંતુ તેને શિયાળા ની ઋતુમાં વાવેતર કરવું હિતાવહ નથી. આમ પણ ચંદનનું વાવેતર વરસાદી માહોલ માં વધુ અનુકૂળ રહે છે. ચંદનની ખેતી માટે પાણી ની વધુ જરૂર રહેતી નથી પરંતુ 8 વર્ષ પછી જયારે તેમાં સુગંધ બેસે ત્યારે તેની કાળજી અને માવજત વધારે કરવી પડે છે.
ચંદનના છોડનો વિકાસ
ચંદનનો છોડ બે વર્ષમાં અઢી ફુટ થી પણ વધારે ઊંચો થઇ જાય છે. ચંદનની ખેતી માટે ઓછા પાણી અને વધુ સફાઈ કરવી પડશે જેથી છોડ ઝડપથી વિકસી શકે. એક ચંદનના છોડને અઠવાડિયામાં 2-3 લિટર પાણીની જરૂર હોય છે.

 

ચંદનનુ વેચાણ
ચંદનની ખેતી જે ખેડૂતે કરી હોય તેને વેચવા માટે ખેડૂત સરકાર નો પણ સંપર્ક કરી શકે છે. ચંદન માટેના વેચાણ ની કિંમત સરકાર દ્વારા નક્કી કરાયેલી જ હોય છે જે પ્રતિ કિલો 10 થી 15 હજાર ની વચ્ચે હોય છે. આ ઉપરાંત ચાંદાનું વેચાણ કોઈ પણ બ્યુટી પ્રોડક્ટ બનાવતી કંપનીને પણ કરી શકાય છે જેમાં થોડી વધારે કામની પણ થઇ શકે છે.

ચંદનના રોપા ગમે ત્યાંથી મળી શકે છે આ ઉપરાંત રાજકોટ રહેતા વિશાલભાઈની કંપની પણ 120 રૂપિયામાં ચંદન ના રોપા આપી રહી છે. જો આપ પણ આ ચંદન ના રોપા કે તેના વિષે વધુ માહિતી મેળવવા ઇચ્છતા હોવ તો વિશાલભાઈ કુંડલીયા ને 7490027252 પર સંપર્ક કરી શકો છો.

 

 

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>