‘આયુષ આપ કે દ્વાર’ અંતર્ગત ૧૦.૭૦ લાખથી વધુ ઔષધીય રોપાનું વિતરણ

ગાંધીનગર : કેન્દ્ર સરકાર દ્વારા ચાલી રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં ‘આયુષ આપકે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત નેશનલ મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ, દિલ્હી તેમજ ગુજરાત મેડિસિનલ પ્લાન્ટ બોર્ડ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તા.૩૦ ઓગસ્ટથી તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં રાજ્યની વિવિધ નર્સરીઓમાંથી કુલ ૧૦.૭૦ લાખથી વધુ ઔષધીય રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. દેશની આઝાદીનાં ૭૫મા વર્ષની ઉજવણીના અનુસંધાને  ‘આયુષ આપ કે દ્વાર’ કાર્યક્રમ અંતર્ગત વર્ષ દરમિયાન દેશભરમાં કુલ ૭૫ લાખ ઔષધીય રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં ૨૪૭૮ ખેડૂતોને ૬,૪૪,૬૦૧ રોપા, ૮૮૧૩ અન્ય લોકોને ૨,૫૧,૦૪૩ રોપા, ૬૫૬૬ શૈક્ષણિક સંસ્થાઓને ૧,૬૪,૫૨૬ રોપા, ૧૩ જેટલી આરોગ્ય અને ૧૨ જેટલી સરકારી સંસ્થાઓને અનુક્રમે ૮૦૨૦ તથા ૨૦૬૦ રોપા એમ કુલ ૧૭,૮૬૨ લાભાર્થીઓને ૧૦,૭૦,૨૫૦ જેટલા ઔષધીય વનસ્પતિઓના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ અંગે ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર ઔષધીય રોપાના વિતરણની આ કામગીરી હાલ પણ ચાલી રહી છે. જેનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોને રાજ્યમાં આવેલી વિવિધ નર્સરીઓના સ્થળ અને સંપર્કની વિગતોની માહિતી માટે www.gmpb.gujarat.gov.in  વેબસાઈટ પરથી મળી રહેશે તેમ ઉમેર્યુ હતુ.

 

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>