આમલખાડીમાં ઠલવાતા કેમિકલવાળા દુષિત પાણી અંગે તંત્ર કેટલું સજાગ?

પ્રદુષિત પાણી અંગે કેટલીયે ફરિયાદો છતાં પરિણામ શૂન્ય

અંકલેશ્વર: અંકલેશ્વરમાં છેલ્લા ઘણાં દિવસોથી ઔદ્યોગિક એકમો દ્વારા કેમીકલવાળું દુષિત પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદો સ્થાનિકો દ્વારા કરવામાં આવતી હતી. જેમાં ૧૫ તારીખ ના રોજ વહેલી સવાર થી જ આમલખાડીમાં પ્રદુષિત પાણી ઠલવાતું હોવાની ફરિયાદ સ્થાનિક સામાજિક સંસ્થાને મળી હતી. આ અંગે તપાસમાં જાણવા મળ્યું કે વાલિયા ચોકડી નજીક ફાઈનલ પમ્પીંગ સ્ટેશન પાછળથી એફલુઅન્ટ ખાડીમાં જતું હતું. નોટિફાઇડ હદ-વિસ્તાર માંથી વરસાદી પાણીની સાથે મોટા પ્રમાણમાં પીળા કલર નું પ્રદુષિત પાણી ઠાલવવામાં આવી આવી રહ્યું હતું જે ભેગું થઈ આમલાખાડી ખાડી માં જતું હતું. જે ખાદી માં સર્જાતા પ્રદુષણ ન ઉ મોટું કારણ છે. પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી અને નોટિફાઇડ વિભાગને ફરિયાદ કરાઈ હતી. જેને આધારે જીપીસીબી દ્વારા સેમ્પલ લેવાનીકાર્યવાહી કરવામાં આવી હતી. જો કે સતત બીજા દિવસે પણ પ્રદુષિત પાણી એજ રીતે વહી રહ્યું હતું. જેની મોખિક ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબીને કરવામાં આવી છે. જીપીસીબી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે.

પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “24 કલાક બાદ ફાઇનલ પંપિંગ સ્ટેશન પાસે થી વહેતુ પ્રદુષિત પાણી પણ એજ પરિસ્થિતિ માં વહે છે. પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે એ પણ નક્કી કરી શકાતું નથી.પીળા કલર નું પ્રદુષિત પાણી ક્યાંથી આવે છે એ શોધવા શુ કોઈ આધુનિક ટેકનોલોજી ની જરૂર છે? જીપીસીબી મોનીટરીંગ ટીમ, NCT મોનીટરીંગ ટીમ, AIA એનવાયરમેન્ટ ની મોનીટરીંગ ટીમ દ્વારા કેવા પગલાં લેવામાં આવ્યા છે? આ પાણી જ્યાંથી પણ આવતું હોય તે પર્યાવરણ માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. “

અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત ની આસપાસ અનેક કુદરતી વરસાદી ખાડીઓ વહે છે જે માં વાંરવાર પ્રદુષિત પાણી ના વહનથી માછલીઓ અને અન્ય જળ પશુઓના અને પક્ષીઓના મૃત્યુ થાય છે. અગાઉ પણ આવી રીતે જ પ્રદુષિત પાણી ખાડીઓ માં વહી રહ્યું હતું જેનાથી અનેક માછલીઓ ના મૃત્યુ થયા હતા.જેતે વખતે જીપીસીબી ગાંધીનગર તરફથી હર હમેંશ મુજબ નોટીસો આપી દિશા નિર્દેશો આપવામાં આવેલ હતા. આમલાખાડી અને છાપરાખાડી પણ અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માંથી જતા પ્રદુષિત પાણી થી વારવાર પ્રદુષિત થાય છે.

 

જો આપને પણ કૃષિ અને પર્યાવરણને લગતી આ પ્રકારની વાંચન સામગ્રી વાંચવી તેમજ લોકો સુધી પહોંચાડવી છે તો અમને theenvironmentpost@gmail.com પર જણાવી શકો છો, સાથે જ આપ અમને Facebook પર અમારા પેજ @theenvironmentpost ને લાઈક કરી માહિતી મેળવી શકો છો.

 


આપ પણ અમારા પ્રયત્નમાં ભાગીદાર થઈ શકો છો.

શું આપ પણ પર્યાવરણની જાળવણી અને તે અંગે જાગૃતિ ફેલાવવા માગો છો, તો અમે The Environment Post (Newspaper) અને ડિજીટલ માધ્યમ થકી આપની માહિતી લોકો સુધી પહોંચડીશું. એક નવી દિશા તરફ આગળ વધવા માટે તેમજ પર્યાવરણ અંગે જાગૃતિનો સંદેશો ફેલાવવા અમે સતત પ્રયત્નશીલ છીએ. જો આપને અમારા દ્વારા આપવામાં આવતી માહિતી પસંદ હોય અને આપ પણ અમારી સાથે એક નવી દિશા તરફ જાગૃતિ લાવવા માગો છો તો અમારા @theenvironmentpost ના પેજને લાઈક કરો અને મદદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
>